'25 વખત ખેડૂતોનું દેવું માફ થાય તેટલા પૈસા મોદી સરકારે ઉદ્યોગપતિઓના માફ કર્યા', પાટણમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર
ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગા

ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાટણ પહોંચ્યા હતા. પાટણના પ્રગતિ મેદનામાં સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ સભામાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે 22 ઉદ્યોગપતિઓનું 16 લાખ કરોડનું દેવું માફ કરી દીધું.
મોદી સરકારને ખેડૂતો વિશે તેમને વિચાર નથી આવતો અને તેમનું દેવું માફ નથી કરતાં. જ્યારે અમારી સરકાર હતી ત્યારે યુપીએ સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. હાલમાં દેશમાં 22 લોકોની સંપત્તિ 70 કરોડ ભારતીયો જેટલી થઇ ગઈ છે.
શું તમે મને જણાવશો કે દેશની કોઈ એવી કંપની છે કે જેનો માલિક કોઈ આદિવાસી હોય. 90 IAS અધિકારી આખો દેશ ચલાવે છે. આ 90માંથી ત્રણ પછાત, ત્રણ દલિત અને એક માત્ર એક જ આદિવાસી છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં શું થયું એ બધાએ જોયું છે.






