મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણા: વલાસણાના શખ્સે એક કા ડબલની લાલચમાં દોઢ કરોડ રૂપિયા ગુમાવ્યા, ચાર શખ્સો સામે નોંધાઇ ફરિયાદ

મહેસાણા જિલ્લાના વડનગરના વલાસણા અને હાલ ગાંધીનગરના વાવોલ ખાતે રહેતા શ

મહેસાણા: વલાસણાના શખ્સે એક કા ડબલની લાલચમાં દોઢ કરોડ રૂપિયા ગુમાવ્યા, ચાર શખ્સો સામે નોંધાઇ ફરિયાદ

મહેસાણા જિલ્લાના વડનગરના વલાસણા અને હાલ ગાંધીનગરના વાવોલ ખાતે રહેતા શખ્સ સાથે છેતરપિંડી થઇ છે.મૂળ વલાસણાના એક શખ્સે એક કા ડબલની લાલચમાં દોઢ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. 4 શખ્સોએ સેઇફ ટ્રેડ વર્લ્ડ નામની કંપની બનાવીને છેતરપિંડી આચરી છે. 

વલાસણાના શખ્સે દોઢ કરોડ રૂપિયા ગુમાવ્યા

ભાવેશ દવે નામના વ્યક્તિ 2014થી 2022 સુધી આફ્રિકામાં હતા. આફ્રિકાથી પરત આવ્યા પછી કામની શોધમાં હતા. આ દરમિયાન સવાજી જગાણી નામના જૂના મિત્ર સાથે મુલાકાત થતા તેમને એક પ્લાન ધ્યાનમાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ભાવેશ દવેની સવાજીએ એક કા ડબલ સ્ક્રિમમાં રોકાણ કરવાનું કહી અશોક સોલંકી નામના વ્યક્તિ જોડે મુલાકાત કરાવી હતી. અશોક સોલંકીએ ભાવેશ દવેને તેમના લેપટોપમાં આખો પ્લાન સમજાવ્યો હતો અને અડધાથી સવા ટકા લેખે 6 મહિનાથી 18 મહિનામાં જે પણ રોકાણ છે તેના ડબલ મળશે તેમ કહીને વિશ્વાસમાં લીધા હતા.

ભાવેશ દવેની સાથે સાથે તેમના સગા સંબંધી અને નજીકના મિત્રોએ પણ આ સ્ક્રિમમાં રોકાણ કર્યું હતું. જ્યારે અશોક સોલંકીને પૈસા પરત માંગવા જતા ભાવેશ દવેને, 'હું બીજા કામમાં રોકાયેલો છું' તેવા ગોળગોળ જવાબ આપતા પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ભાવેશ દવેને પોતે છેતરાયા હોવાની ખબર પડતા તેમને આ સ્ક્રિમનો ભોગ બીજા લોકો ના બને તે માટે અશોક સોલંકી, જેને ઓળખાણ કરાવી હતી તે સવાજી અને કંપનીના સલાહકાર યોગેશભાઇ તેમજ રશિયા-કઝાકિસ્તાનમાં જેને કંપનીનું રજિસ્ટ્રેશન કરાવેલ છે તે શરીફ સબા સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઠગાઇની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો