જસદણમાં વૃદ્ધની હત્યા કરનાર આરોપી 3 વર્ષે ઝડપાયો
રાજકોટના જસદણના દેવપરા ગામે થયેલી હત્યાના ગુનામાં ત્રણ વ

રાજકોટના જસદણના દેવપરા ગામે થયેલી હત્યાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ LCBએ વિંછિયા બાયપાસ નજીકથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૂળ રાજસ્થાનના ચીવાડા તાલુકાના ધોવલા ગામનો આરોપી અમિત ઝાઝડીયાએ વર્ષ 2021માં એક વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવીને લૂંટી લેવાનો પ્લાન કર્યો હતો. તેમજ હત્યા કરી હતી.
આ હત્યા કેસમાં સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી
આ હત્યા કેસમાં સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી. જ્યારે હત્યા કરનારા આરોપી જ ફરાર હતો.જે તે સમયે 2021માં લૂંટ વીથ મર્ડરના આ કેસમાં પોલીસે સાત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જસદણ પોલીસે ઝડપીને વધુ પૂછપરછ શરૂ કરી
આ આરોપી અમિત ઝાઝડીયાને જસદણ વીંછીયા બાયપાસ પાસેથી જસદણ પોલીસે ઝડપીને વધુ પૂછપરછ શરૂ કરી છે.






