મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: દર્દીઓના કાળ બનેલા કસાઈખાનાના મુખ્ય આરોપીઓ હજુ ફરાર, પકડાશે કે પછી....

ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નાણાં કમાઈ લેવાની લ્હાયમાં કઇ રીતે

અમદાવાદ: દર્દીઓના કાળ બનેલા કસાઈખાનાના મુખ્ય આરોપીઓ હજુ ફરાર, પકડાશે કે પછી....

ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નાણાં કમાઈ લેવાની લ્હાયમાં કઇ રીતે દર્દીઓના શરીર સાથે ચેડાં અને તેનાથી થઇ રહેલા મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. હવે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ 4 દર્દીના મૃત્યુ થયાનું સામે આવ્યું છે.

હોસ્પિટલના કેમ્પના બહાને દાખવેલી બેદરકારીથી અત્યારસુધી 9 જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો

આમ, કહેવાતી આ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના કેમ્પના બહાને દાખવેલી બેદરકારીથી અત્યારસુધી 9 જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.  તો બીજી તરફ મુખ્ય આરોપીઓ ફરાર છે. ખ્યાતિ હોસ્પિટલકાંડનો ગુનો નોંધાયાને ૧૨ દિવસ જેટલો સમય પસાર થયો થઇ હોવા છતાંય,મુખ્ય આરોપીઓ અગે ક્રાઇમબ્રાંચ કે અન્ય એજન્સી કોઇ કડી મેળવી શકી નથી.

આ પણ વાંચો: અમદાવાદમાંથી વધુ એક મહાઠગ ઝડપાયો, મહેસૂલ વિભાગના અધિકારીની ઓળખ આપી આચરી ઠગાઇ

ખ્યાતિમાં સારવાર દરમ્યાન 9 દર્દીના મૃત્યુ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી બોરીસણા ગામના બે દર્દીના મૃત્યુ.

સુરેન્દ્રનગરના બજાણાના આધેડનો સ્ટેન્ટ મૂકેલો, 11 દિવસની સારવાર બાદ મૃત્યુ. 

સાણંદના પ્રૌઢ દર્દીએ સારવાર દરમિયાન બેદરકારીથી જીવ ગુમાવ્યો. 

ધંઘુકાના દર્દીમાં 10 દિવસમાં હૃદયના 3 ઓપરેશનથી મૃત્યુ. 

કડી તાલુકાના વિનાયકપુરા ગામના 75 વર્ષીય ગણપત ભાઇનું   સ્ટેન્ટ મૂકાવ્યા બાદ મોત.

કડી તાલુકાના ખાવડ ગામના વૃદ્ધનું ખ્યાતિમાં સ્ટેન્ટ મૂકાવ્યાના 13 દિવસમાં જ મૃત્યુ.

કડીના વાઘરોડા ગામમાં વૃદ્ધનું સ્ટેન્ટ મૂકાવ્યા બાદ સારવાર દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાં જ મૃત્યુ. 

મહેસાણાના જોરણંગ ગામના દર્દીનું ખ્યાતિમાં સ્ટેન્ટ મૂકાવ્યાના 3 માસમાં મૃત્યુ.

મુખ્ય આરોપીઓ હજુ ફરાર

ત્યારે હવે મુખ્ય આરોપીઆ ચિરાગ રાજપુત, ડૉ. સંજય પટોલિયા અને રાહુલ જૈનના છેલ્લાં લોકેશનને આધારે ક્રાઇમબ્રાંચે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.

રાજસ્થાન , મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર પોલીસની લીધી મદદ

પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરી ત્યારે  ચિરાગ રાજપુતનું છેલ્લું લોકેશન રાજસ્થાનમાં ઉદેપુરથી નજીક હતુ. જ્યારે ડૉ. સજંય પટોલિયાનું છેલ્લું લોકેશન રાજકોટ અને રાહુલ જૈનનું છેલ્લું લોકેશન વડોદરા નજીક હતું. પરંતુ, ત્યારબાદ તમામ ફોન સ્વીચ ઓફ થઇ ગયા હતા. જેથી આરોપીઓને પકડવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચે સાયબર ક્રાઇમ ઉપરાંત,રાજસ્થાન , મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર  પોલીસની મદદ લઇને કામગીરી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો