VIDEO: સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મોઢેરા સ્થિત આશારામ આશ્રમની જમીન વિવાદનો મામલો
મોઢેરા સ્થિત આશારામ આશ્રમની જમીન વિવાદનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

મોઢેરા સ્થિત આશારામ આશ્રમની જમીન વિવાદનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલ યથા સ્થિતિ જાળવવાનો આદેશ આપતા સરકારી ઓથોરિટી જમીન કબજે કરી શકશે નહીં. અગાઉ ગુજરાત હાઇકોર્ટની સિંગલ અને ડિવિઝન બેન્ચે આશ્રમને વારંવાર શરતભંગ કરનાર ગણાવીને અરજી ફગાવી દીધી હતી. અમદાવાદ કલેક્ટરે સેટેલાઇટ સર્વેના આધારે મોટા પાયે અતિક્રમણ અને શરતભંગ બદલ જમીન પરત લેવાનો હુકમ કર્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીકની આ કિંમતી જમીન ભવિષ્યના સ્પોર્ટ્સ પ્રોજેક્ટ માટે અત્યંત મહત્વની છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી પર સૌની નજર ટકેલી છે.




