મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ‘સ્માર્ટ સિટી’ અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારી, રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય યથાવત

ચોમાસું બારણે આવીને ઊભું છે ત્યારે ‘સ્માર્ટ

ચોમાસું બારણે આવીને ઊભું છે ત્યારે ‘સ્માર્ટ સિટી’ અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના મણિનગર, ચંદ્રનગર, અંજલી, ગોતા, વેજલપુર અને કાલુપુર સહિતના વિવિધ વિસ્તારોમાં હજુ પણ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મણિનગરના ઉત્તમ નગર ગાર્ડન પાસે આખા રોડ પર પાઇપલાઇન નાખવા ખોદાયેલા ખાડા ક્યારે પૂરાશે તે મોટો પ્રશ્ન છે.

સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, ડ્રેનેજ કે પાઇપલાઇનની કામગીરી શિયાળામાં કેમ કરવામાં આવતી નથી? ગત સ્ટેન્ડિંગ કમિટીમાં સાત દિવસમાં ખાડા પૂરવા તાકીદ કરાઈ હતી, ત્યારે આગામી ગુરુવાર સુધીમાં આ કામગીરી થશે કે કેમ તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો