મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, પરંતુ બજારમાંથી પાઠ્યપુસ્તકો જ ગાયબ!

અમદાવાદમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, પરંતુ શિક્ષણ વિભાગની ગંભીર બેદરકાર

અમદાવાદમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, પરંતુ શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારીને કારણે બજારમાંથી પાઠ્યપુસ્તકો ગાયબ છે. ગુજરાતી માધ્યમના ધોરણ 1 થી 8 ના 50% પુસ્તકો અને ધોરણ 9 થી 12ના પુસ્તકો ઉપલબ્ધ નથી, જ્યારે અંગ્રેજી માધ્યમની સ્થિતિ વધુ ખરાબ છે.

વાલી મંડળના આક્ષેપ મુજબ, SC, ST અને ટ્રાયબલ વિદ્યાર્થીઓને અપાતા મફત પુસ્તકો હજુ છપાયા જ નથી. ફેબ્રુઆરીમાં કાગળના ભાવ ઓછા હોવા છતાં ટેન્ડર રદ કરાયું હતું અને છેક મે મહિનામાં ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ મંજૂર થયો. આ વહીવટી વિલંબને કારણે લાખો વિદ્યાર્થીઓ પુસ્તકો વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

આ સમાચાર શેર કરો