VIDEO: સરસપુરમાં AMC સંચાલિત સ્વિમિંગ પૂલમાં અસામાજિક તત્વોનો ગેરકાયદે પ્રવેશ, કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માગ
અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વિમિ

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પૂલમાં રાત્રિના સમયે ઘૂસણખોરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં 10થી 15 જેટલા યુવકો બળજબરીપૂર્વક સ્વિમિંગ પૂલમાં પ્રવેશીને ગુજરાતી ગીતોના તાલે મસ્તી કરતા અને પૂલમાં ધબાકા મારીને નાહતા જોવા મળે છે.
આ ઘટનાએ સ્વિમિંગ પૂલની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ભૂતકાળમાં પણ આવી ત્રણથી ચાર ઘટનાઓ બની ચૂકી છે. છતાં અસરકારક પગલાં ન લેવાતા અસામાજિક તત્વોની હિંમત વધી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હવે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.




