મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પત્નીની હત્યા કરીને પતિએ અકસ્માતમાં ખપાવી, અગ્નિસંસ્કાર પહેલા સત્ય બહાર આવતા પોલીસે દબોચ્યો

રાજ્યના છોટાઉદેપુરના કોહિવાવ ગામે પતિએ પત્નીની નિર્મમ હત્યા કરી હતી. પત્નીએ પતિ પર આડા સંબધોની શંકા વ

પત્નીની હત્યા કરીને પતિએ અકસ્માતમાં ખપાવી, અગ્નિસંસ્કાર પહેલા સત્ય બહાર આવતા પોલીસે દબોચ્યો

રાજ્યના છોટાઉદેપુરના કોહિવાવ ગામે પતિએ પત્નીની નિર્મમ હત્યા કરી હતી. પત્નીએ પતિ પર આડા સંબધોની શંકા વ્યક્ત કરી હતી. પત્નીના સવાલથી પતિ એ હદે ગુસ્સે ભરાયો કે પત્નીની સાડી વડે તેને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી. મહિલાએ તેના પતિને સવાલ કર્યો હતો કે તમે કેમ મોડા આવો છો કોઈની સાથે આડા સંબંધ છે, આ મામલે પતિ ગિન્નાયો હતો,

હત્યા કરીને મૃતદેહને પંખા પર લટકાવી દીધી

પતિએ આવેશમાં આવીને પહેલા તેની પત્નીને ઉપરા ઉપરી લાફા ઝીંકી દેતા તે બેભાન થઈ ગઈ હતી, ત્યાર બાદ તેની હત્યા કરીને મૃતદેહને પંખા પર લટકાવી દીધી હતી. આ સમયે ઘરમાં તેની માતા બહેન, બનેવી ધાબા પર સૂઈ રહ્યા હતા. પછી હત્યારો પતિ આરામથી ધાબા પર અન્ય સભ્યો સાથે સૂઈ ગયો હતો. વહેલી સવારે જ્યારે આરોપીની માતાએ વહુનો મૃતદેહ લટકતો જોયો ત્યારે બૂમો પાડી હતી, અને ઘરના તમામ સભ્યોને જગાડ્યા હતા.

પરિવારવાળાએ પરણિતાના પિયરપક્ષને તુરંત જાણ કરી

પરિવારવાળાએ પરણિતાના પિયરપક્ષને તુરંત જાણ કરી હતી. આરોપી જાણે કશું ના થયું હોય તેમ બિંદાસ્ત ફરતો હતો. મહિલાના માતાએ જ્યારે ગળા પર નિશાન મામલે તેના પતિને પુછ્યું ત્યારે ઉદ્ધત જવાબ આપીને ટાળ્યું હતું. અંતિમ ક્રિયાની તુંરત જ તૈયારી કરી હતી,  ચિતાને અગ્નિદાહ પહેલા રીત રિવાજ પ્રમાણે મૃતદેહ પરથી ઘરેણા ઉતરવાની વિધી ચાલી રહી છે, ત્યારે તેના કાકા જ્યારે કાનમાંથી બુટ્ટીઓ ઉતારી રહ્યા હતા ત્યારે મહિલાના ગળા પર કાળા ડાઘ જોઈને તેઓ ડઘાઈ ગયા હતા. કંઈક અજુગતું થયું હોવાની શંકા જતા તુરંત જ તેના કાકાએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ ગઈ હતી, પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે હત્યારા પતિ (પ્રકાશ) તેની માતા, બહેન, બનેવીને ગેરમાર્ગે દોરવા મામલે ધરપકડ કરીને જેલ ભેગા કર્યા હતા. 

આ સમાચાર શેર કરો