મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કુતિયાણા પાલિકાએ RTI હેઠળ માહિતી ન આપી, કાંધલ જાડેજાની ફરિયાદને પગલે હાઈકોર્ટે આપ્યો આ આદેશ

કુતિયાણા પાલિકાને rti હેઠળ માહિતી ન આપતા વિવાદ હાઇકોર્ટે પહોંચ્યો છે. કુતિયાણાના ધા

કુતિયાણા પાલિકાએ RTI હેઠળ માહિતી ન આપી, કાંધલ જાડેજાની ફરિયાદને પગલે હાઈકોર્ટે આપ્યો આ આદેશ

કુતિયાણા પાલિકાને rti હેઠળ માહિતી ન આપતા વિવાદ હાઇકોર્ટે પહોંચ્યો છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા હાઇકોર્ટમાં અરજી કરી હતી. કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજાએ નગરપાલિકાના વિકાસના કામો માટે અને જાહેર ઉપયોગ માટે ફળવાયેલી ગ્રાન્ટનો ઉપયોગ નહીં કરવા બાબતે RTI હેઠળ માંગણી કરી હતી. 

જણાવી દઈએ કે, કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજાએ હાઈકોર્ટમાં અરજી કરી કે, સરકારી ગ્રાન્ટનો ઉપયોગ થયા વિના કુતિયાણા નગરપાલિકાના વિકાસના કામો અટવાયેલા જોવા મળે છે. નગરપાલિકાના અધિકારીને પત્ર લખીને જાણ કરવા છતાં કોઈપણ જાતનો નિર્ણય લેવામાં આવ્યો નથી. કાંધલ જાડેજા દ્વારા કોર્ટમાં તમામ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે કોર્ટે યોગ્ય નિર્ણય લેવા નિર્દેશ કર્યો છે.

આ સમાચાર શેર કરો