મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: સરકાર મગફળી,સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે કરશે ખરીદી, જાણો ક્યારથી શરૂ થશે ખરીદી

કમેસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્ય

Gujarat news: સરકાર મગફળી,સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે કરશે ખરીદી, જાણો ક્યારથી શરૂ થશે ખરીદી

કમેસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે આ મામલે સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી,સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.

આ ખરીદી 9 તારીખથી શરૂ કરવામાં આવશે

આ ખરીદી 9 તારીખથી શરૂ કરવામાં આવશે. માવઠાએ ગુજરાતમાં 30 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે અને 15 હજારથી વધુ ગામડાઓ અસરગ્રસ્ત થયાં છે. 17 લાખ ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા હોવાનો  પ્રાથમિક અંદાજ છે.

ચાલુ વર્ષે ચોમાસું ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયુ

ચાલુ વર્ષે ચોમાસું ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયું છે તેમાંય શિયાળાની એન્ટ્રી પહેલાં જ માવઠાએ ખેતી તબાહ કરતાં ખેડૂતોના મોંઢામાંથી કોળિયો છિનવાયો છે. ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે ખરીદી કરવા મામલે ટ્વિટ પણ કર્યું હતું.આ વિકટ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવાના હેતુથી ફરી એકવાર ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે.

જોકે, અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અગાઉ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ખરીદી શરૂ થઈ શકી નહોતી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો.પરંતુ હવે, રાજ્ય સરકારે ખેડૂતો દ્વારા પકવેલી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નવેસરથી નિર્ણય કર્યો છે. સરકારી જાહેરાત મુજબ આ પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા આગામી 9મી નવેમ્બરથી રાજ્યભરમાં શરૂ કરવામાં આવશે. આ નિર્ણયથી નુકસાન વેઠી રહેલા ખેડૂતોને મોટી રાહત મળવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે સરકારે અગાઉ એવું જાહેર કર્યુ હતું કે સહકારી એજન્સી ગુજકોમાસોલ મારફત ખરીદી કરવામાં આવશે. પરંતુ ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ એવો ખુલાસો કર્યો હતો કે સંસ્થાને ખરીદી વિશે કોઇ જાણ જ કરવામાં આવી નથી. 

આ સમાચાર શેર કરો