મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગરમાં UCC સમિતિની પહેલી બેઠક યોજાઇ, અધ્યક્ષ રંજના દેસાઈએ આપ્યું નિવેદન

આજે ગાંધીનગર ખાતે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈ

ગાંધીનગરમાં UCC સમિતિની પહેલી બેઠક યોજાઇ, અધ્યક્ષ રંજના દેસાઈએ આપ્યું નિવેદન

આજે ગાંધીનગર ખાતે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને UCC સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં UCC સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પૂર્વે ગુજરાતના રહેવાસીઓ, સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓ સમાન સિવિલ કાયદા અંગે પોતાના સૂચનો અને મંતવ્યો રજૂ કરી શકે તે માટે ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in લોન્ચ કરવામાં આવ્યું છે. 

આ અંગે UCCના અધ્યક્ષ રંજના દેસાઇએ નિવેદન આપતા જણાવ્યું કે, "આજે અમે ગુજરાત આવ્યા અને અમાયારું કામ શરૂ થયું છે. અમે સૌ પહેલા એક ડ્રાફ્ટ બનાવીશું જેની માટે અમે 2 સબ કમિટી બનાવી છે. જેમાંથી 1 કમિટી લોકો સાથે સંવાદ કરશે અને 1 કમિટી ડ્રાફ્ટ તૈયાર કરશે. સાથે વેબ પોર્ટલ પણ ઊભું કરાયું છે જેની પર લોકો પોતાના અભિપ્રાય આપી શકે. જલદીથી અમે અમારો રિપોર્ટ સબમિટ કરીશું. જેમાં સૌથી વધુ મહિલાઓના અધિકાર ઉપર બહાર આપીશું. જેમાં લગ્ન અને છૂટાછેડાની એક સરખી પ્રક્રિયા, બાળકોના ઉછેર ઉપર ધ્યાન અને લગ્ન રજીસ્ટ્રેશન ફરિજિયાત કરાવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. દરેક જિલ્લામાં કમિટી જશે અને લોકો સાથે UCC મુદ્દે ચર્ચા કરશે. જેથી 45 દિવસમાં રિપોર્ટ આપી શકાય તેમ નથી. જેથી સરકારે રિપોર્ટ આપવા માટેની સમય મર્યાદા વધારવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા તથા કોડનો મુસદ્દો તૈયાર કરવા નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સી.એલ. મીના, આર.સી. કોડેકર, દક્ષેશ ઠાકર તથા ગીતાબેન શ્રોફનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો