મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં પ્રજજનક્ષમતા દર ઘટ્યો, આ રિપોર્ટમાં થયો ખુલાસો

ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પ્રજજનક્ષમતા દર ઘટીને હવે 1.9 થઈ ગયો છે. સેમ્પલ

ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં પ્રજજનક્ષમતા દર ઘટ્યો, આ રિપોર્ટમાં થયો ખુલાસો

ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પ્રજજનક્ષમતા દર ઘટીને હવે 1.9 થઈ ગયો છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રમાણે 2011-13માં પ્રજનનક્ષમતા દર 2.5 હતો, જે વર્ષ 2021-23માં ઘટીને 1.9 થયો છે. આમ, 10 વર્ષમાં પ્રજનનક્ષમતા દરમાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે.

કયા કારણોસર આ દર ઘટ્યો?

આજના ભાગદોડ ભર્યા જીવનમાં પ્રજજનક્ષમતા દર ઘટવાના જે કારણો સામે આવ્યા છે તેમાં મોટી ઉંમરે લગ્ન થવા, મોટી વયે બાળકને જન્મ આપવો, બદલાતી જીવનશૈલી જેવા પરિબળો સામેલ છે. આ પરિબળો થકી પ્રજજન ક્ષમતા દરમાં ઘટાડો નોંધાયો છે. ડૉક્ટરોના મતે હાલ સમગ્ર દેશમાં દર વર્ષે 2.50 લાખ આઇવીએફ સાયકલ થાય છે. આગામી થોડા વર્ષમાં આઈવીએફ સાયકલનો દર પાંચ લાખને પાર જઈ શકે છે. 

આ રાજ્યોમાં પણ પ્રજનનક્ષમતા દર ઓછો

પ્રજનનક્ષમતા દર ઓછો હોય તેવા મોટા રાજ્યોમાં ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, કેરળ, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં સિક્કિમમાં 1.1 સાથે સૌથી ઓછો પ્રજનનક્ષમતા દર છે. આ સિવાય અંદમાન નિકોબાર, ગોવા, લદ્દાખમાં પણ પ્રજનનક્ષમતા દર માત્ર 1.1 છે. ગુજરાતમાં હાલ પ્રજનનક્ષમતા દર 1.9 છે.

 કયા મોટા રાજ્યમાં સૌથી ઓછો ફર્ટિલિટી રેટ? 

રાજ્ય ફર્ટિલિટી રેટ
પશ્ચિમ બંગાળ 1.6
પંજાબ 1.6
મહારાષ્ટ્ર 1.7
આંધ્ર પ્રદેશ 1.7
તમિલનાડુ 1.8
તેલંગાણા 1.8
કેરળ 1.8
ઉત્તરાખંડ 1.9
ગુજરાત 1.9
હરિયાણા 1.9

કયા રાજ્યમાં સૌથી સારો ફર્ટિલિટી રેટ?

રાજ્ય ફર્ટિલિટી રેટ
બિહાર 3
મેઘાલય 2.9
ઉત્તર પ્રદેશ 2.4
ઝારખંડ 2.3
મણિપુર 2.2

આ સમાચાર શેર કરો