ભરૂચમાં અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો જીવ, સાપ કરડ્યો તો હોસ્પિટલના બદલે મંદિરે લઈ જવાયો
રાજ્યમાં અંધશ્રદ્ધાનું વરવો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ જિલ્લામાં અંધશ્રધ્ધાએ માસૂમ

રાજ્યમાં અંધશ્રદ્ધાનું વરવો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ જિલ્લામાં અંધશ્રધ્ધાએ માસૂમ બાળકનો જીવ લેતા અરેરાટી ફેલાઈ છે. ભરૂચ જિલ્લાના આમોદ ખાતે એક માસૂમ બાળકને સાપ કરડ્યો હતો. બાળકના વાલીઓ હોસ્પિટલના બદલે ભાથીજી મહારાજના મંદિરે લઈ ગયા હતા.
બાળકને સારવાર વગર બે કલાક સુધી બેસાડી રાખ્યો
બાળકને સારવાર વગર બે કલાક સુધી મંદિરમાં બેસાડી રાખ્યો હતો. દર્દથી કણસતા માસૂમનું આખરે કરૂણ મોત નિપજ્યું હતું. શિક્ષણના અભાવે અંધશ્રધ્ધાનો ઘાતક પુરવાર થાય છે એ બાબત સાર્થક થઈ છે.
દુ:ખદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ દુ:ખદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બાળકનું અકાળે મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.






