'શું અમને અમારા સ્વજનની ભાળ મળશે?', છેલ્લા ત્રણ દિવસથી પરિવાર જોઇ રહ્યું છે રાહ
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એક પરિવારને પોતાના સ્વજનની ભાળ નથી મળી. કોલેજમાં અભ્યાસ કરતો 20 વર

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એક પરિવારને પોતાના સ્વજનની ભાળ નથી મળી. કોલેજમાં અભ્યાસ કરતો 20 વર્ષનો નીરવ પટેલ પોતાના મિત્ર સાથે TRP ગેમ ઝોનમાં ગયો હતો. ત્યાર બાદ નીરવ પટેલનો ક્યાંય પત્તે મળી નથી રહ્યો. પરિવાર છેલ્લા ત્રણ દિવસથી સિવિલ હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છે.
પરિવાર છેલ્લા ત્રણ દિવસથી સિવિલ હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છે
આ પરિવારને તંત્ર હજુ સુધી કોઈ જવાબ આપી શક્યું નથી. પરિવારજનોની એક જ માંગ છે કે અમારા સ્વજનનું અમને અંગ પણ જોવા મળશે કે નહીં? રાજકોટ ખાતે ગેમિંગ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં મૃતદેહની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવી પડી હતી.




