સુરેન્દ્રનગર: યુવકની હત્યા કરી બીજા માળેથી ફેંકી દીધાનો આક્ષેપ, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર
સુરેન્દ્રનગરમાં હત્યા, ચોરી અને લૂંટફાટની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગરમાં હત્યા, ચોરી અને લૂંટફાટની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના ઉમિયા ટાઉનશીપમાં યુવકના મોત મામલે સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો.
યુવકની હત્યા કરી બીજા માળેથી ફેંકી દેવાનો પરિવારજનોનો આક્ષેપ
ચંદન પરમાર નામના યુવકની હત્યા કરી બીજા માળેથી ફેંકી દેવામાં આવ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાઇ ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર કરવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો.
આ પણ વાંચો: અમદાવાદ: પોલીસ ભરતીની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, રાજ્ય સરકારે કર્યો આ નિર્ણય
પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
મિત્રના જન્મદિવસની પાર્ટીની ઉજવણીમાં યુવકને રાજકોટથી બોલાવામાં આવ્યો. મિત્રોએ દારૂની મહેફિલ માણી. ત્યારબાદ મામલો બગડતા હાજર લોકોએ યુવકને માર મારી અને હત્યા કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ઘટના સ્થળેથી ખાલી દારૂની બોટલો અને ગ્લાસ મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે DYSP સહિતના કાફલાએ તપાસ આદરી છે, તપાસમાં યુવાનને ઉપરથી નીચે ફેંકી દીધાનું સામે આવ્યું છે.






