રાજકોટ અગ્નિકાંડ: સત્યશોધક સમિતિએ બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને આપી ક્લીનચીટ, રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ
રાજકોટ અગ્નિકાંડમાં શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને સત્યશોધક સમિતિએ ક્

રાજકોટ અગ્નિકાંડમાં શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને સત્યશોધક સમિતિએ ક્લીનચીટ આપી છે. મળતા અહેવાલ પ્રમાણે સત્યશોધક સમિતિએ આનંદ પટેલ અને અમિત અરોરાનો કોઈ રોલ ન હોવાનો રિપોર્ટ આપ્યો છે. હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિ બનાવી હતી. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા.
મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલ અંતર્ગત રિપોર્ટ સબમીટ
મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલ અંતર્ગત આ રિપોર્ટ સબમીટ કરવામાં આવ્યો છે. જેમાં બે IAS ઓફિસર અને રાજકોટ ટીઆરપીમાં બર્ડે પાર્ટી ઉજવણી કરવા ગયેલા અન્ય ચાર ઉચ્ચ અધિકારીઓને ક્લિનચીટ આપી છે.
રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો કર્યો હતો છે કે વર્ષો પહેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની સત્તા ટીપી શાખાને અપાઈ હોવાના કારણે બંને મ્યુનિસિપલ કમિશનરનો કોઈ રોલ નથી. આ રિપોર્ટ હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં આ રિપોર્ટ રજૂ કર્યા બાદ હવે સુનાવણી પર તમામની મીટ મંડાયેલી છે.






