છોટા ઉદેપુરના નસવાડીમાં ભારત બંધની જોવા મળી અસર, વેપારીઓએ દુકાનો બંધ રાખી આપ્યુ સમર્થન
સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના

સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય વિરૂદ્ધ દલિત-આદિવાસી સંગઠનોએ 14 કલાક માટે ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. છોટા ઉદેપુરના નસવાડીમાં ભારત બંધની અસર જોવા મળી હતી. વેપારીઓએ દુકાનો બંધ રાખીને ભારત બંધને સમર્થન આપ્યું હતું.
નસવાડી સંપૂર્ણ બંધ
છોટા ઉદેપુરના નસવાડીમાં વેપારીઓ દ્વારા બંધ રાખીને ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. નસવાડીમાં આસપાસના કેટલાક ગામના લોકો ખરીદી કરવા માટે આવે છે પણ એક પણ દુકાન ખુલ્લી નથી. વેપારીઓએ તમામ બજાર બંધ રાખ્યા છે. ખરીદી કરવા માટે આવેલા લોકો દુકાનો બંધ હોવાને કારણે પરત ફર્યા હતા. બોડેલીમાં 80 ટકા બજારો બંધ હતા પણ 20 ટકા બજારો ખુલ્લા રહેતા આદિવાસી સમાજના લોકો બજાર બંધ કરવા માટે નીકળ્યા હતા.ક્વાંટમાં પણ વેપારીઓએ બજાર બંધ રાખીને ભારત બંધને સમર્થન આપ્યું હતું.






