મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખને તેના સગા ભાઈએ જ માર માર્યો હોવાનો આરોપ

ગુજરાતના રાજકોટમાં મારા-મારીની વધુ એક ઘટના સામે આવી છે. મળતા

Rajkot news: ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખને તેના સગા ભાઈએ જ માર માર્યો હોવાનો આરોપ

ગુજરાતના રાજકોટમાં મારા-મારીની વધુ એક ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  રાજકોટમાં ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ સુરેશ કણસાગરાને તેમના સગા ભાઈએ જ ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ છે.

ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખે લગાવ્યો આરોપ

ઉલ્લેખનીય છે કે  ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ સુરેશ કણસાગરા અને તેમના ભાઈ હરિ કણસાગરા વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી મિલકત અને પેઢી સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે. અને આ વિવાદ એ હદે વકર્યો કે બન્ને ભાઈઓ વચ્ચે મારામારી સર્જાઈ હતી.

શાબ્દિક બોલાચાલી ઉગ્ર થતાં હરિભાઈએ તેમને ઢોરમાર માર્યો

સુરેશભાઈનો આક્ષેપ છે કે શાબ્દિક બોલાચાલી ઉગ્ર થતાં હરિભાઈએ તેમને ઢોરમાર માર્યો હતો. આ ઘટનાને લઈને રાજકારણ અને સ્થાનિક વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો