મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: SIR ની કામગીરી દરમિયાન ભાજપના બુથ પ્રમુખ અને મતદાર દંપતિ વચ્ચે બબાલ, સામસામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદમાં SIR ની કામગીરી દરમિયાન ભાજપના બુથ પ્રમુખ અને મતદાર દંપતિ વચ્ચે બબાલ થઇ

Ahmedabad news: SIR ની કામગીરી દરમિયાન ભાજપના બુથ પ્રમુખ અને મતદાર દંપતિ વચ્ચે બબાલ, સામસામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદમાં SIR ની કામગીરી દરમિયાન ભાજપના બુથ પ્રમુખ અને મતદાર દંપતિ વચ્ચે બબાલ થઇ હતી. બંનેએ એકબીજાને ધમકી આપતા સેટેલાઇટ પોલીસે સામસામે ફરિયાદ નોંધાઈ છે. 

બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં સરની કામગીરી દરમિયાન ભાજપના બુથ પ્રમુખ અને મતદાર દંપતિ વચ્ચે બબાલ સર્જાઈ હતી. આંબાવાડીના સહજાનંદ કોલેજ ખાતે થયેલી આ માથાકૂટમાં ભાજપના બુથ પ્રમુખ શ્રીરામ મોદીએ ધારિની શાહ અને તેમના પતિ મનિષ શાહને માર મારવાની તેમજ અપશબ્દો બોલવાની ધમકી આપી હતી. શ્રીરામ મોદીએ મનિષ શાહને ગાડીથી અકસ્માત કરીને ઉડાવી દેવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. બીજી તરફ, ધારિની શાહ અને મનિષ શાહે પણ શ્રીરામ મોદી વિરુદ્ધ હાથ–પગ તોડી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આમ સેટેલાઈટ પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો