જવાહર ચાવડાનો લેટર બોમ્બ: જિલ્લા ભાજપ પ્રમુખે હટાવી દીધી છે તમામ હદો, મારી વાતને દબાવાય છે
જૂનાગઢ જીલ્લા ભાજપમાં ભડકો થયો છે. આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જીલ્લા જીલ્લા ભાજપ પ્રમુખની સામ

જૂનાગઢ જીલ્લા ભાજપમાં ભડકો થયો છે. આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જીલ્લા જીલ્લા ભાજપ પ્રમુખની સામે પુર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાનો આક્રોશ જાહેર થયો છે. જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ અનેક હોદ્દાઓ ભોગવી રહ્યા છે, તેવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો
જવાહરચાવડાએ પ્રધાનમંત્રીને ખુલ્લો પત્ર લખ્યો
જવાહરચાવડાએ પ્રધાનમંત્રીને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં કિરિટ પટેલ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તેમણે પત્રમાં આક્ષેપ કર્યો છે કે જિલ્લા પ્રમુખ, બેન્કમાં પ્રમુખ અને માર્કેટીંગ યાર્ડમાં પણ પ્રમુખ પદ પર છે. જૂનાગઢમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું, તેના લીધે પુરની સ્થિતિ સર્જાઈ હતી. જવાહર ચાવડાએ પત્રમાં ખુલ્લો આરોપ લગાવતા લખ્યું છે કે એક વ્યક્તિ એક હોદ્દો અને ત્રણ વર્ષનો કાર્યકાળ તે જુનાગઢ માટે અપવાદ છે. જવાહર ચાવડાનો લેટર બોમ્બથી ગાંધીનગરથી દિલ્હી સુધી હડ઼કંપ મચ્યો છે.
જિલ્લા ભાજપ પ્રમુખ પર લગાવ્યા ગંભીર આરોપ
પત્રમાં જવાહર ચાવડાએ ઉલ્લેખ કર્યો છે કે મેં પુર્વ મંત્રી કનુભાઇ ભાલાળા, પુર્વ પ્રમુખ ઠાકરશીભાઈ જાવીયા, પુર્વ પ્રમુખ માધાભાઇ બોરીચા સહિતનાઓએ ફરિયાદ કરી હતી, પણ મારી વાત ક્યાંક દબાઈ જાય છે. જવાહર ચાવડાએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે જીલ્લા ભાજપ પ્રમુખે કાર્યાલયનું પણ ગેરકાયજે બાંધકામ કર્યું છે.






