કાંકરેજના જાગીર મઠ ગાદી વિવાદ: વહેલી સવારે અન્ય સાધુની ટોળીએ કર્યું શંકરગીરીનું અપહરણ
બનાસકાંઠાના જાગીર મઠની ગાદીપતિનો વિવાદ વકર્યો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં ગંગાથળીના જાગીર મઠમા

બનાસકાંઠાના જાગીર મઠની ગાદીપતિનો વિવાદ વકર્યો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં ગંગાથળીના જાગીર મઠમાંથી મહંત શંકરગીરી બાપુનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ શિહોરી પોલીસે શંકરગીરીને અપહરણમાંથી મુકત કરાવ્યા હતા તેમજ અપહરણકારો સામે પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠામાં ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા લેવાયેલા ઘી અને મીઠાના 10 સેમ્પલ ફેઈલ નિકળ્યા
મળતી માહિતી પ્રમાણે, વહેલી સવારે જાગીરમઠમાં જઈ ત્યાં બેસાડેલા શંકરગીરી મહારાજનું અમરભારતી મહારાજ અને તેમના જુથ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ મામલે DYSP સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગંગાથળી મઠના મહંત સ્વરુપે દેવ દરબાર તરફથી શંકરગીરીને મહંત બનાવવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ ગામલોકોએ અંકિતપુરીની ચાદરવિધિ કરી છે. આ સમગ્ર મામલે ગાડીનો વિરોધ હાલ યથાવત જોવા મળ્યો.




