મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટના પ્રખ્યાત બે ટ્રાવેલ્સ સંચાલકો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો, પોલીસ તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ

રાજકોટની પિતૃકૃપા ટ્રાવેલ્સ અને માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચે ધંધાકીય હરીફા

રાજકોટના પ્રખ્યાત બે ટ્રાવેલ્સ સંચાલકો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો, પોલીસ તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ

રાજકોટની પિતૃકૃપા ટ્રાવેલ્સ અને માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચે ધંધાકીય હરીફાઈમાં છેલ્લા ઘણાં દિવસથી ચાલતી માથાકૂટ હજી પણ થમવાનું નામ નથી લઈ રહી. પિતૃ કૃપા ટ્રાવેલ્સના સંચાલક વિજય સિંહ દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

 પોલીસ મારી ફરિયાદ લેતી નથી- પિતૃકૃપા ટ્રાવેલ્સ

તેમણે કહ્યું કે પોલીસ મારી ફરિયાદ લેતી નથી અને માતૃ કૃપા ટ્રાવેલ્સના મેહુલસિંહ કહે તે પ્રમાણે પોલીસ કામ કરે છે.છેલ્લા દસ વર્ષથી હું ટ્રાવેલ્સનો ધંધો કરું છું પરંતુ હાલ મારો ધંધો બંધ છે.માતૃ કૃપા ટ્રાવેલ્સના મેહુલસિંહ અને તેમના માણસો બેફામ બન્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ નોંધાયા, સૌથી વધુ મોઢાના કેસ પુરુષોમાં

આ શખ્સો રાજકોટ પોરબંદર રસ્તા ઉપર પિતૃકૃપાની ટ્રાવેલ્સ ચાલવા દેતા નથી

આ શખ્સો રાજકોટ પોરબંદર રસ્તા ઉપર પિતૃકૃપાની ટ્રાવેલ્સ ચાલવા દેતા નથી, સાથે જ તેમણે આક્ષેપ કર્યો છે કે માલવિયા પોલીસ મથકના પીઆઇ દ્વારા ફરિયાદ પણ લેવામાં આવતી નથી.એક વર્ષ પહેલા મારી બસ ચોરાઈ ગઈ હજુ સુધી તેનો આરોપી પોલીસને મળ્યો નથી .તેમણે કહ્યું કે અગાઉ માતૃ કૃપાના મેહુલસિંહે મને મારી નાખવાની સોપારી આપી હતી.

આ સમાચાર શેર કરો