ડભોઈ: કુબેર ભંડારી દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, 8 મહિલાઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈમાં કુબેર ભંડારી દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓને અકસ્મા

રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈમાં કુબેર ભંડારી દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે વાઘોડિયાના ખંભા ગામના ભાવિકોની કારનો અન્ય કાર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કાર પલટી ખાઈ જતા કારમાં સવાર મહિલા શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થઈ હતી. આઠ મહિલા શ્રદ્ધાળુઓને સારવાર માટે ડભોઈની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી




