ઈડર: ભાંભુડી ગામમાં 8 વર્ષ પહેલા માતાની હત્યા કરનાર કપાતર પુત્રને કોર્ટે સંભળાવી આજીવન કેદ
સાબરાકાંઠાની ઈડર કોર્ટે કપૂતને આકરી સજા ફટકારી છે. વિજયનગર તાલુકાના ભાંભુડી ગામમાં માતા

સાબરાકાંઠાની ઈડર કોર્ટે કપૂતને આકરી સજા ફટકારી છે. વિજયનગર તાલુકાના ભાંભુડી ગામમાં માતાની હત્યા કરનાર પુત્રને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 2017માં શકરાભાઈ ડામોરે પોતાની માતા ડાકણ હોવાનો વહેમ રાખ્યો હતો.
જમીનના વાવેતરમાં ભાગ લેવા બાબતે તે વાંરવાર ઝઘડો કરતો
યુવાન જમીનના વાવેતરમાં ભાગ લેવા બાબતે તે વાંરવાર ઝઘડો કરતો હતો. આ અંગે દાઝ રાખીને કપાતરે લાકડાના ફટકા મારી મારીને માતાને મોતને ઘાટ ઉતારી હતી. માતાને મોતને ઘાટ ઉતારીને કપાતર ફરાર થઈ ગયો હતો.
ઈડરની કોર્ટે આજીવનકેદ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો
પોલીસે આરોપીને દબોચીને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. ત્યાર બાદ શખ્સ પર કેસ ચાલ્યો હતો, ઈડરની કોર્ટે આજીવનકેદ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.






