મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટાઉદેપુરના વિકાસશીલ રસ્તે ‘કલેક્ટરની કાર હાંફી ગઈ’, બહાર નીકાળવા ટ્રેક્ટરનું જોર લગાવવું પડ્યું

વિકાસની ગુલબાંગો પુકારતી સરકારની પોલ ખુલી છે. મળતા અહેવાલ પ્રમાણે છોટાઉદે

VIDEO: છોટાઉદેપુરના વિકાસશીલ રસ્તે ‘કલેક્ટરની કાર હાંફી ગઈ’, બહાર નીકાળવા ટ્રેક્ટરનું જોર લગાવવું પડ્યું

વિકાસની ગુલબાંગો પુકારતી સરકારની પોલ ખુલી છે. મળતા અહેવાલ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર અનિલ ધામલીયા અને DDO સચિન કુમાર ગત રોજ કુપ્પા ગામની મુલાકાત કરવા ગયા હતા. ત્યારે પરત ફરતી વખતે ખેંદા ગામના કાચા રસ્તા પર તેમની કાર ફસાઈ ગઈ હતી.

કાર કાચા રસ્તે ચઢી શકી ન હતી, કારને ટ્રેક્ટરથી ખેંચવાનો વારો આવ્યો હતો.સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નસવાડી તાલુકાના ત્રણ ગામમોમાં હજુ સુધી પાક્કા રસ્તાની સુવિધા જ મળી નથી, બસ ખાલી ખાત્રીજ મળે છે કે ટૂંક સમયમાં રસ્તો બની જશે.

સ્થાનિકોએ જણાવ્યું કે વર્ષ 2021માં જીલ્લા વિકાસ અધિકારી કુપ્પા ગામે આવ્યા હતા, ત્યારે પણ વાયદો કરીને ખાતરી આપી હતી કે જલ્દી રસ્તો બની જશે પરંતુ વિકાસનો રસ્તો હજુ પણ કાચો જ રહ્યો છે.

આ સમાચાર શેર કરો