રાજકોટ: વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરવાનો મામલો, પોલીસે 5 શખ્સો વિરુદ્ધ દાખલ કર્યો ગુનો
રાજ્યના રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરવાનો મામલો સામે આવ્યો હતો. આ મ

રાજ્યના રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 1 જાન્યુઆરીની મોડી રાત્રે વેપારીઓને તેમની દુકાન પરત અપાવી હતી. દુકાનમાંથી બહાર કાઢેલો સામાન પણ ફરીથી મુકવામાં આવ્યો હતો.
વકફ બોર્ડના નામે કેટલાક લુખ્ખા તત્વોએ દુકાનના તાળા તોડીને સામાન બહાર ફેંક્યો
વકફ બોર્ડના નામે કેટલાક લુખ્ખા તત્વોએ દુકાનના તાળા તોડીને સામાન બહાર ફેંકીને ધમકી આપી હતી. પોલીસે સમગ્ર મામલે દુકાન ખાલી કરાવનાર ફારૂક મુસાણી સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: રાજકોટ: 31મીની રાત્રે પરત ફરી રહેલા યુગલને પોલીસની ઓળખ આપી 4 શખ્સોએ કર્યો અપહરણનો પ્રયાસ
ત્રણ દુકાનોના તાળા તોડ્યા હતા
આ શખ્સોએ ત્રણ દુકાનોના તાળા તોડીને દુકાનનો સામાન રસ્તા પર ફેંક્યો હતો. સમગ્ર મામલે વધુ વિવાદ થાય તે પહેલા પોલીસ ઘટનસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
પોલીસે 5 શખ્સો સામે ગુનો કર્યો દાખલ
રાજકોટ દાણાપીઠમાં વર્ષો જૂના ભાડુઆતી દુકાનો પર મુસ્લિમોએ કબ્જો જમાવી લેતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલે ગત રોજ હિન્દુ સંગઠનના આગેવાનો અને વેપારીઓએ કરી DCP ઝોન ૨ સાથે બેઠક કરી હતી. જેમાં દાણાપીઠ માર્કેટ વિસ્તારમાં થતી દાદાગીરી અને લુખાગીરી ને લઈને કરાઈ રજુઆત કરવામાં આવી હતી.






