Ahmedabad: AMC અધિકારી અને બિલ્ડરની મિલીભગતથી અન્ય સોસાયટીની જમીન પચાવવા મામલે સ્થાનિકોનો વિરોધ
Ahmedabad: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કૌભાંડો થવાનો રાફડો ફાટ્યો છે. એવામાં અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામ

Ahmedabad: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કૌભાંડો થવાનો રાફડો ફાટ્યો છે. એવામાં અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં કેટલાક અધિકારી અને બિલ્ડરની મિલીભગતથી જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે. અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં બિલ્ડરે પોતાની સ્કીમ માટે અન્ય એક સોસાયટીની કોમન જગ્યા પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે.
ખોટા દસ્તાવેજ કરી સોસાયટીની કોમન જમીન બિલ્ડરની સ્કીમ માટે લેવાઈ
અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલ લાલ ગેબીનગર સોસાયટીના રહીશોએ આ મામલે વિરોધ ઉપર ઉતરી આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારી અને બિલ્ડર દ્વારા ખોટા દસ્તાવેજ કરી સોસાયટીની કોમન જમીન બિલ્ડરની સ્કીમ માટે લેવાઈ હોવાનો સોસાયટીના રહીશોએ આક્ષેપ લગાવ્યો હતો.
સભ્યોનો જાણ બહાર સોસાયટીના લેટરપેડ પર ખોટી સહી કરી
ભોગ બનેલ સોસાયટીના સ્થાનિકોએ આક્ષેપ કરતાં વધુમા જણાવ્યું હતું કે, કેટલાક લોકો દ્વારા સોસાયટીના લેટરપેડ પર ખોટી સહી કરી AMCમાં જમીન વિભાજન કરાવાયું હતું. સોસાયટીની જમીન સોસાયટીમાં રહેતા સભ્યોની જાણ બહાર વેચી દેવામાં આવી હતી. અને હવે આ જમીન ઉપર બંગલોઝની સ્કીમ બનાવવામાં આવી રહી છે. આ મામલે કેટલાક મૃત સભ્યોની પણ સહી કરાઈ છે. સમગ્ર બાબત અંગે સોસાયટીના સભ્યોએ CM કાર્યાલય અને કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી, કિન્તું તેમની રજૂઆત કોર્પોરેશનના અધિકારીઓ નહીં સાંભળતા હોવાનો સોસાયટીના સભ્યોએ આક્ષેપ લગાવ્યો હતો.





