વીરપુર સંત પર વિવાદાસ્પદ નિવેદનનો મામલો, વિવાદ વચ્ચે સ્વામિનારાયણ ભક્તોના ગ્રુપમાં શેર કરવામાં આવ્યો ઈતિહાસ
ગત રોજ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા વીરપુરના જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. ત્

ગત રોજ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા વીરપુરના જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારે સ્વામિનારાયણ ભક્તોના ગ્રુપમાં PDF શેર કરવામાં આવી છે. જેમાં સંતશ્રી જલરામના જીવનચરિત્ર પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા હતા.
PDFમાં અખબારના કટિંગ પણ શેર કરવામાં આવ્યા
બીજી તરફ PDFમાં અખબારના કટિંગ પણ શેર કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વારા વીરપુર ખાતે વિસામો લીધો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંત શ્રી જલારામ દ્વારા ગુણાતીતાનંદ સ્વામી સહિતના સંત મંડળને જમાડ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ અપાયું
વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, આજે અને આવતીકાલે (જલારામો) સજ્જડ બંધ રાખવામાં આવશે. આવશ્યક વસ્તુઓ જેવી કે, મેડિકલ અને હોસ્પિટલ ચાલું રાખવામાં આવશે. આ સાથે જ જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આવતીકાલે સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી માંગે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી વ્યૂહનીતિ 6 માર્ચના દિવસે જાહેર કરવામાં આવશે.






