મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ સિવિલમાં બે ડૉક્ટર સસ્પેન્ડ, 70 વર્ષીય વૃદ્ધાને સારવાર વગર મરવા છોડ્યા હતા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા વૃદ્ધાને સારવાર આપવાના બદલે રેઢી મુકવાનો મા

રાજકોટ સિવિલમાં બે ડૉક્ટર સસ્પેન્ડ, 70 વર્ષીય વૃદ્ધાને સારવાર વગર મરવા છોડ્યા હતા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા વૃદ્ધાને સારવાર આપવાના બદલે રેઢી મુકવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે  સાત સભ્યોની ટીમે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં તબીબો વિરુદ્ધ સખ્ત એક્શન લેવામાં આવ્યું છે.

70 વર્ષીય વૃદ્ધાને પીએમ રૂમની બહાર મૂક્યા

70 વર્ષીય વર્ષાબેન ભાસ્કરને સારવાર આપવી ન પડે તે માટે વૃદ્ધાને પીએમ રૂમની બહાર મૂકી દેવામાં આવ્યા હતા, ડૉક્ટરોનું એક એવું રૂપ સામે આવ્યું છે.

બે રેસીડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરાયા

તબીબોએ  માનવતા પણ નેવે મુકી દીધી હતી. આ મામલે વૃદ્ધાને રેઢી મૂકી દેનાર બે રેસીડેન્ટ ડોક્ટર ડો.હેત અને ડો.જૈનમ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સર્જરી વિભાગનો સ્ટાફ, તબીબો તેમજ ઈમરજન્સી વિભાગના સ્ટાફના નિવેદનો લેવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો