મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli: અન્ય ખર્ચાઓમાં નહીં પણ ખેડૂતોની ખેત પેદાશોમાં બજેટ ખોરવાય છે; હિરેન હીરપરાનો કટાક્ષ

અમરેલીના પ્રદેશ ભાજપ નેતા હિરેન હીરપરાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ

અમરેલીના પ્રદેશ ભાજપ નેતા હિરેન હીરપરાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તેમણે પોતાના ખેતરમાંથી જ  ડુંગળીના વાવેતર બાદ ખેડૂતોને મળી રહેલા ઓછા ભાવ સામે  હૈયાવરાળ ઠાલવી છે.

વાયરલ વિડિયોમાં હિરેન હીરપરા ખેતરમાં કામ કરતા-કરતા ખેડૂતોની સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતોએ મહેનત કરીને ડુંગળીનું વાવેતર કર્યું, પરંતુ જ્યારે વેચવાનો સમય આવ્યો ત્યારે ભાવ માત્ર 1 થી 2 રૂપિયા મળી રહ્યા છે. હિરેન હીરપરાએ મીડિયા અને શહેરી માનસિકતા પર કટાક્ષ કરતા કહ્યું કે, જ્યારે શાકભાજી કે ડુંગળીના ભાવ વધે છે ત્યારે મીડિયામાં બૂમરાણ મચે છે કે 'ગૃહિણીઓનું બજેટ ખોરવાયું'. પરંતુ અન્ય મોજશોખના ખર્ચાઓ પાછળ ક્યારેય બજેટ નથી ખોરવાતું? માત્ર ખેડૂતોની ખેત પેદાશોના ભાવ વધે ત્યારે જ કેમ હોબાળો થાય છે?"

તેમણે વધુમાં ઉમેર્યું કે જો જગતનો તાત જીવતો હશે તો જ આખું જગત ટકી શકશે. ખેડૂત નેતા તરીકે તેમણે ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને તેમની મહેનતની કદર થાય તેવી લાગણી વ્યક્ત કરી છે.

આ સમાચાર શેર કરો