મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પિતાનો મૃતદેહ સમજી અગ્નિસંસ્કાર કરી દીધા, હવે પિતાનો મૃતદેહ મળ્યો

જાફરાબાદ મધ દરિયે માછીમારો લાપતા થયાને મામલે નવસારીથી વધુ બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. 28મી ઓગસ્ટે બે માછીમાર

જાફરાબાદ મધ દરિયે માછીમારો લાપતા થયાને મામલે નવસારીથી વધુ બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. 28મી ઓગસ્ટે બે માછીમારના મૃતદેહ જાફરાબાદથી તણાઈ નવસારીના દરિયા કિનારે પહોંચ્યા હતા. જે પૈકી એક મૃતદેહ હરેશ બારૈયાનું હોવાનું સામે આવતા પરિવારને સોંપવામાં આવ્યો છે. બીજો મૃતદેહ મનસુખ ખલાસી નામના વ્યક્તિનું માની જાફરાબાદ લઈ જઈ પરિવાર દ્વારા અંતિમ સંસ્કાર કર્યો હતો. પરંતુ ગઈકાલે વધુ એક મૃતદેહ દાંડીના દરિયા કિનારે ડી કમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. જે મનસુખ ખલાસીનો હોવાનો પરિવારે દાવો કર્યો છે. અગાઉ જે મૃતદેહ લઈ ગયા હતા તે બીજા કોઈ માછીમારનો હતો જેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો