મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: મહિલા ASIના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર આપીને કરાયા અંતિમ સંસ્કાર

સુરેન્દ્રનગરના ડેરવાડા ગામની યુવતી અને અંજાર ખાતે ASI તરીકે ફરજ બજાવતા અરૂણા જાદવની હત્યાએ પરિવ

Surendranagar news: મહિલા ASIના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર આપીને કરાયા અંતિમ સંસ્કાર

સુરેન્દ્રનગરના ડેરવાડા ગામની યુવતી અને અંજાર ખાતે ASI તરીકે ફરજ બજાવતા અરૂણા જાદવની હત્યાએ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. અરૂણાની હત્યા તેના પ્રેમી, CRPF જવાન દિલીપ ડાંગચિયા દ્વારા કરવામાં આવી. બંનેની ઓળખાણ 2021માં ઇન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી, જે પ્રેમમાં પરિણમી. શુક્રવારે મોડી રાત્રે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેમાં દિલીપે ગુસ્સામાં આવી અરૂણાનું ગળું દબાવી હત્યા કરી.

બીજા દિવસે દિલીપે આત્મસમર્પણ કર્યુ

બીજા દિવસે તેણે અંજાર પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું. અરૂણાના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પરિવારજનોએ હત્યારા દિલીપ ડાંગચિયાને ફાંસીની સજાની માંગ કરી છે. અંજાર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અરુણાબેન અને દિલીપ લાંબા સમયથી પ્રેમસંબંધમાં હતા

આ ઘટનાએ સમાજમાં ચકચાર મચાવી છે, અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.  પોલીસ સૂત્રો અનુસાર, અરુણાબેન અને દિલીપ લાંબા સમયથી પ્રેમસંબંધમાં હતા અને ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના હતા. આ ઘટના અંગે વધુ વિગતો ટૂંક સમયમાં બહાર આવશે તેમ અંજાર પોલીસે જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો