મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mahisagar news: બાઈક ચાલકને કારચાલકે આશરે પાંચ કિલોમીટર સુધી ઘસેડ્યો, આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં

મહીસાગર જિલ્લામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના સામે આવી છે, જેના વધુ વીડિયો હવે પ્રકાશમાં આવ્

Mahisagar news: બાઈક ચાલકને કારચાલકે આશરે પાંચ કિલોમીટર સુધી ઘસેડ્યો, આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં

મહીસાગર જિલ્લામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના સામે આવી છે, જેના વધુ વીડિયો હવે પ્રકાશમાં આવ્યા છે. લુણાવાડા તાલુકાના કાકચીયા ગામના રહેવાસી અને શિક્ષક મહેશ પટેલે કાર ચલાવતા બાઈક સવારને ટક્કર મારી હતી. કારમાંથી દારૂ પણ ઝડપાયો છે. આ અકસ્માતમાં બાઈક ચાલકને કારચાલકે આશરે પાંચ કિલોમીટર સુધી ઘસેડ્યો હતો, જેનાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

બાઈક પરથી પટકાયા બાદ કાર ફરી તેની ઉપર ચઢી ગઈ

બાઈક પરથી પટકાયા બાદ કાર ફરી તેની ઉપર ચઢી ગઈ હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઘટનાસ્થળે અન્ય કારચાલકોએ આરોપીની કાર રોકી પોલીસને સોંપી હતી. બાઈક પર સવાર દાહોદના દિનેશ ચારેલ અને સુનિલ મછાર શ્રમિક કામ કરી વતન પરત ફરી રહ્યા હતા.

મહીસાગર જિલ્લામાં થયેલી હિટ એન્ડ રન ઘટના અંગે પોલીસ સઘન તપાસમાં લાગી છે. ઘટના સ્થળે FSL ટીમ પણ પહોંચી હતી. ડીવાયએસપી તથા PI અને PSI દ્વારા સ્થળની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.રાહતની વાત એ છે કે ઘાયલ સુનિલભાઈ મછારને લુણાવાડા દાખલ બાદ રજા આપવામાં આવી છે જ્યારે બરોડા એસએસજી ખાતે સારવાર હેઠળ રહેલા દિનેશભાઈ ચારેલની સારવાર ચાલી રહી છે મુખ્ય આરોપી મનીષ પટેલ, જેઓ જરોડમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે,નશાની હાલતમાં કાર ચલાવતી વખતે અકસ્માત સર્જનાર હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો