મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પરિણીતાનો ભયાનક બદલો: રિસાયેલી વહુએ ઝેર ભેળવીને પીરસ્યું ભોજન, દિયરનું મોત સસરાની સ્થિતિ ગંભીર

પાટણના શંખેશ્વર તાલુકાના ધાનેરા ગામે સભ્ય સમાજને શર્મસાર કરતો કલંકિત કિસ્સો સામે આવ્યો છે. ધાનેરાગામ

પરિણીતાનો ભયાનક બદલો: રિસાયેલી વહુએ ઝેર ભેળવીને પીરસ્યું ભોજન, દિયરનું મોત સસરાની સ્થિતિ ગંભીર

પાટણના શંખેશ્વર તાલુકાના ધાનેરા ગામે સભ્ય સમાજને શર્મસાર કરતો કલંકિત કિસ્સો સામે આવ્યો છે. ધાનેરાગામના અશોકના જયા નામની મહિલા સાથે લગ્ન થયા હતા. અંદાજીત આ લગ્નજીવનને 12 વર્ષ વિત્યા છત્તાં બન્નેના મનમેળ થતા નહોતાં. પરિણીતા રિસાઈને ઘરે જતા રહી હતી. સાસરીયાએ મનામણાં કરીને ઘરે લાવ્યા હતા. 

12 વર્ષ વિત્યા છત્તાં બન્નેના મનમેળ થતા નહોતાં

પરંતુ આ મહિલાના વિચારમાં તો કંઈક અલગ જ ચાલતું હતું. સાસરિયાઓનો કાંટો કાઢવા માટે આ મહિલાએ જમાવામાં જ ઝેર ભેળવી દીધું હતું. મહિલાએ દાળ-ભાતમાં ઝેર ભેળવીને તમામને જમવા માટે બોલાવ્યા હતા.  સસરા અને દિયરને જમવા માટે બૂમ પાડી. હેવાન મહિલાએ ઝેરી રસોઈ બન્નેને પીરસી હતી.

દાળ-ભાતમાં ઝેર ભેળવીને આરામથી ભોજન પિરસ્યું

જમ્યા બાદ અચાનક જ મહિલાના સસરા અને દિયરની તબિયત લથડી હતી, અને બન્ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં મહાદેવગીરી (દિયર)નું મોત નિપજ્યું હતું, જ્યારે ઈશ્વરગીરી (સસરા) હાલ સારવાર હેઠળ છે. પોલીસે ફરિયાદ હેઠળ વહુ જયા ગોસ્વામીની ગત રોજ ધરપકડ કરી હતી, શંખેશ્વર કોર્ટમાં પોલીસે રિમાન્ડની માંગ કરી છે. પૂછપરછ બાદ જ સામે આવશે કે પરિણીતાએ રસોઈમાં કયું ઝેર ભેળવ્યું હતું.

આ સમાચાર શેર કરો