ભાવનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી ઘટનાનું રી- કન્ટ્રક્શન કરાયું
ભાવનગર જિલ્લામાં 11 વર્ષની સગીર દીકરી સાથે એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આ

ભાવનગર જિલ્લામાં 11 વર્ષની સગીર દીકરી સાથે એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ સગીરાના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા દુષ્કર્મ ગુજારનાર ઈસમની ધરપકડ કરી ઘટનાનું રી- કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે ત્રણ દિવસ પહેલા દાઠા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં ઘરકંકાસમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા, બાદમાં સામેથી જ ચાલ્યો પોલીસ શરણે
ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના આંમળા ગામની વાડીમાં રહેતા હવસખોર કરણ ધાપા નામના 32 વર્ષના યુવકે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા દાઠા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદના આધારે પોલીસે આ નરાધમ શખ્સના ધરપકડ કરીને તપાસ માટે આજે ઘટના સ્થળ પર લઈ જઈને રી- કન્ટ્રક્શન કરાવ્યું હતું.




