મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ: ગોધરાના ગોલ્લવ ગામ પાસે ઈકો- ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત, ચારનાં મોત

ગોધરાના ગોલ્લવ ગામ પાસે ઈકો કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના

પંચમહાલ: ગોધરાના ગોલ્લવ ગામ પાસે  ઈકો- ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત, ચારનાં મોત

ગોધરાના ગોલ્લવ ગામ પાસે ઈકો કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લવ ગામમાં ITIની નજીક ઈકો અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત નિપજ્યા છે. 

આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કારમાં સવાર સાતેય લોકો છોટાઉદેપુરના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો