Surat news: ટેમ્પોમાં અચાનક આગ લાગતાં બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ
સુરતના સીમાડા બીઆરટીએસ રોડ ખાતે બાપાસીતારામ ચોક નજીક એક છોટાહાથી ટેમ્પો રોડ પર સળગી ઉઠ્યો હતો.

સુરતના સીમાડા બીઆરટીએસ રોડ ખાતે બાપાસીતારામ ચોક નજીક એક છોટાહાથી ટેમ્પો રોડ પર સળગી ઉઠ્યો હતો. ટેમ્પોના આગળના બોનેટમાંથી ધૂમાડો નીકળવા લાગતા ડ્રાઇવર સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયો હતો. બીઆરટીએસ રેલિંગની પાસે ટેમ્પો સળગતો હોવાથી બીઆરટીએસની બસો પણ અટકી ગઈ હતી. બનાવને પગલે રોડ પર ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો અને પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.




