ભરુચમાં ટેમ્પોચાલકે ગુમાવ્યો કાબુ, અકસ્માતમાં એક મહિલાનું મોત
ભરુચના કતોપોર બજારમાં બેકાબુ થયેલા એક ટેમ્પોએ ખુબ ભારે આતંક મચાવ્યો હતો. ભરુચના જ રહેવાસી ઈમરા

ભરુચના કતોપોર બજારમાં બેકાબુ થયેલા એક ટેમ્પોએ ખુબ ભારે આતંક મચાવ્યો હતો. ભરુચના જ રહેવાસી ઈમરાન ઈકબાલ પટેલ આઈસર ટેમ્પોમાં લાકડા ભરીને બજાર તરફ જઈ રહ્યા હતા એવામાં અચાનક તેઓએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને માર્ગ પર ચાલતા રાહદારીને અડફેટે લીધા હતાં. જેમાં એક મહિલા ફરજાના ઉસ્માન યાકુબન ટેમ્પોની નીચે આવી જતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી.
આ ઉપરાંત ટેમ્પો ચાલકે અન્ય ત્રણ વાહનોને ઠોકર મારી વાહનચાલકોને નુકસાન પહોંચાડ્યુ હતું. જ્યારે ઘાયલ મહિલા ફરજાનાને એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેતુ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા. ઘટનાની જાણ થતાં પરિવારજનોમા શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે બી ડીવીઝન પોલીસે ટેમ્પો ચાલકને પકડી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.




