હિંસક દીપડાઓના હુમલાથી બચાવશે આ ચીપ! જાણો નવી ટેક્નોલોજી વિશે
તાપીના જંગલોમાં બેફામ બનીને દીપડા ફરે છે. જો કે, જંગલમાંથી બહાર ધીરે ધીરે ગ્રામીણ લોકોની જાનમાલને હાનિ પહોંચ

તાપીના જંગલોમાં બેફામ બનીને દીપડા ફરે છે. જો કે, જંગલમાંથી બહાર ધીરે ધીરે ગ્રામીણ લોકોની જાનમાલને હાનિ પહોંચાડતા દીપડા ઉપર વોચ વધારવા માટે વન વિભાગ દ્વારા ટેક્નોલોજીની મદદ લેવાઈ રહી છે. જેમાં રેસ્ક્યું કરવામાં આવેલા દીપડાઓમાં પૂંછડીની અંદર એક માઈક્રોચીપ લગાવવામાં આવી રહી છે. જેના થકી દીપડા અંગેની પૂરતી માહિતી મળી રહે છે.
આ પણ વાંચોઃસુરતમાં જાહેરમાં મારામારી કરનારને ભણાવાયા કાયદાના પાઠ, આરોપીઓની આ રીતે ઠેકાણે લવાઈ સાન
હુમલા વધી રહ્યાં છે
તાપી જિલ્લા અને ડાંગ જિલ્લાના બોર્ડર એરિયાના જંગલો દીપડાનું હબ ગણવામાં આવે છે. ધીમે ધીમે જંગલોનો નાશ થતાં આ જંગલી હિંસક પ્રાણીઓ હવે માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી દીપડાઓ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે તેમજ પાલતુ પ્રાણી માટે હિંસક બની રહ્યા છે. ત્યારે તાપી જિલ્લા વન વિભાગ દ્વારા આવા દીપડાઓ પર તકનીકી વોચ વધારવા માટે તેમજ માનવ અને પાલતુ પશુઓને રક્ષણ આપવા માટે તકનીકી મદદ લેવાઇ રહી છે.
હિસ્ટ્રી જાણી શકાય
જ્યારે પણ કોઈ દીપડાને રેસ્ક્યુ કરવામાં આવે છે. ત્યારે તેની પૂંછડીની અંદર એક ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ ફીટ કરી દેવામાં આવે છે.બાદમાં ફરી તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે. આ સમગ્ર માઈક્રોચીપ લગાવવાથી જ્યારે ફરી દીપડો પકડાય ત્યારે તેની તમામ હિસ્ટ્રીઓ જાણી શકાય છે. આ પ્રક્રિયા દ્વારા વન વિભાગને જંગલી પ્રાણીઓ અંગેની પૂરતી માહિતી પણ પ્રાપ્ત થશે. તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં વન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષની અંદર 60 જેટલી ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ મૂકવામાં આવી છે.








