મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં જાહેરમાં મારામારી કરનારને ભણાવાયા કાયદાના પાઠ, આરોપીઓની આ રીતે ઠેકાણે લવાઈ સાન

સુરતમાં કાયદો વ્યવસ્થા ન હોય તે રીતે અસામાજિક તત્ત્વો દ્વારા જાહેરમાં મારામારી કરીને રૌફ પેદા કરતાં હ

સુરતમાં જાહેરમાં મારામારી કરનારને ભણાવાયા કાયદાના પાઠ, આરોપીઓની આ રીતે ઠેકાણે લવાઈ સાન

સુરતમાં કાયદો વ્યવસ્થા ન હોય તે રીતે અસામાજિક તત્ત્વો દ્વારા જાહેરમાં મારામારી કરીને રૌફ પેદા કરતાં હોય છે. ત્યારે આવા તત્ત્વોને ઉગતા ડામવા માટે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. મોટા વરાછા વિસ્તારમાં જાહેરમાં આમલેટ સેન્ટરના માલિક અને તેના ભાઈ પર હુમલો કરવાના કેસમાં 3 આરોપીઓને ઝડપી લઈને બરાબરની પોલીસ દ્વારા સરભરા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃસુરતમાં 7માં માળેથી કુદીને યુવકે કર્યો આપઘાત, UPSCમાં 1 માર્કથી નાપાસ થતાં ભર્યુ પગલું

જીવલેણ હુમલો કર્યો હતો

અસામાજિક ઈસમો સામે સુરત પોલીસે ગાળિયો કસ્યો છે. બે દિવસ પહેલા મોટા વરાછા માં જાહેરમાં મારામારી કરનારાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. મોટાવરાછા વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આતંક સામે આવ્યો હતો.3 ઈસમો દ્વારા આમલેટ સેન્ટરના માલિક અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.ઉતરાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસનો અસામાજિક તત્ત્વોને ઈશારો

પોલીસે જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢયું હતું. જેમાં DCP રાજદીપસિંહ નકુમ સહીત અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા અને સાન ઠેકાણે લાવવા પ્રયત્ન કરાયો હતો. આરોપીની સ્થળ તપાસ માટે લઈ જવાય પણ ચાલી શકે તેવી પણ સ્થિતિ ન હતી. પોલીસનો ઈશારો અસામાજિક ઈસમોને હતો કે કોઈ પ્રવૃતિ કરશો તો આવા હાલ થશે.

આ સમાચાર શેર કરો