Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : young man committed suicide by jumping from the 7th floor

સુરતમાં 7માં માળેથી કુદીને યુવકે કર્યો આપઘાત, UPSCમાં 1 માર્કથી નાપાસ થતાં ભર્યુ પગલું

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2024
લાઇવ ટીવીGoogle News
સુરતમાં 7માં માળેથી કુદીને યુવકે કર્યો આપઘાત, UPSCમાં 1 માર્કથી નાપાસ થતાં ભર્યુ પગલું

સુરતના સચિન વિસ્તારમાં હચમચાવતો આપઘાતનો બનાવ બન્યો છે. સાતમાં માળેથી યુવકે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરક થઈ ગયું છે. પોતાના ઘરેથી નીકળીને લો રાઈઝ એપાર્ટમેન્ટની ગેલેરીમાંથી યુવક કુદી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. હાલ સમગ્ર આપઘાતને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

App Store

આ પણ વાંચોઃ સુરતમાં વ્હાઈટ લાઈટ લગાવી વાહન લઈ નીકળ્યા તો આવી બન્યુ, પોલીસ કરી રહી છે આવી કાર્યવાહી 

બહાર જવાનું કહીને યુવક નીકળ્યો

મૂળ ઉત્તરપ્રદેશના જૌનપુરના હરદ્વારી ગામનો શિવમ દ્વિજેન્દ્ર ત્રિપાઠી સુરતમાં કૈલાસ નગર સચિન ખાતે એકાદ મહિનાથી રહેતો હતો. તે યુપીએસસીની પરીક્ષામાં એક માર્કથી નાપાસ થયો હોવાથી છેલ્લા ઘણા સમયથી તણાવમાં હતાં. ગતરોજ વધારે ડિપ્રેશનમાં આવી જતાં ઘરેથી બહાર જાવ છું તેમ કહીને નીકળી ગયો હતો. બાદમાં સચિન જીઆઈડીસી ખાતે આવેલી નિલકંઠ હાઈટ્સ સોસાયટીની બિલ્ડીંગ નં.બી-1ના સાતમા માળની ગેલેરીના ભાગેથી કુદી ગયો હતો. જેથી માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

IPS બનવાની ઈચ્છા હતી

શુભમના મોતથી પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું. પરિવારના સભ્યોએ કહ્યું કે, તે ખૂબ ભણ્યો હતો. તેને આઈપીએસ બનવાની ઈચ્છા હતી. ખૂબ તૈયારી કરતો હતો. યુપીએસસીમાં ફેલ થવાથી તે ઘણા સમયથી માનસિક તણાવમાં હતો. તેની દવાઓ પણ કરાવવામાં આવતી હતી. મૃતક શુભમને એક ભાઈ અને બહેન પણ છે. જો કે, તે આ પગલું ન ભરે તે માટે તેને સુરતમાં પરિવાર સાથે રાખવામાં આવ્યો હતો.