Video: નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં શિક્ષકોનું ઉત્સાહભેર ભારે મતદાન

છોટાઉદેપુરના નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં શિક્ષકોએ ભારે ઉત્સાહભેર મતદાન કર્યું છે. સામાન્ય રીતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરતા શિક્ષકો માટે આ વખતે પોતે લાઇનમાં ઊભા રહીને મતદાન કરવાનો એક અલગ અનુભવ રહ્યો હતો. ૪૭૨ મતદાન અધિકાર ધરાવતા સભ્યો માટે શનિવારે સવારે શાળાનું કાર્ય પૂર્ણ કર્યા બાદ મોટી સંખ્યામાં મહિલા શિક્ષિકાઓ સહિતના શિક્ષકો બેલેટ પેપરથી મતદાન કરવા ઉમટી પડ્યા હતા. છોટાઉદેપુરના અન્ય તાલુકાઓમાં ચૂંટણી બિનહરીફ થઈ હતી, પરંતુ નસવાડીમાં સમાધાન ન થતાં સીધી હરીફાઈ યોજાઈ હતી. દરેક મતદારે આઠ મત આપવાના હોવાથી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાત્કાલિક મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને મોડી રાત સુધીમાં પરિણામો જાહેર થવાની શક્યતા સેવાઈ રહી છે.








