Video: પાવીજેતપુરમાં રુપિયા ૭ કરોડના ખર્ચે બનશે નવું એસ.ટી. ડેપો

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે રુપિયા ૭ કરોડના ખર્ચે નિર્માણ પામનારા નવા એસ.ટી. ડેપોનું સાંસદ અને ધારાસભ્યના હસ્તે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વર્ષો જૂની આ માંગણી પૂર્ણ થતાં સ્થાનિક રહીશોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાવીજેતપુર તાલુકાના ૧૫૦થી વધુ ગામડાંઓ તેમજ પાડોશી પંચમહાલ જિલ્લાના હજારો લોકોને આ નવા ડેપોથી શ્રેષ્ઠ પરિવહન સુવિધા પ્રાપ્ત થશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારથી આવતા વેપારીઓ, વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે બસ સુવિધા મેળવવી વધુ સરળ બનશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.








