મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જંબુસરના ત્રણ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ ખુલ્લી મુકાઈ

સોર્સ: gstv

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી, ટંકારીબંદર અને કલક ગામે આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. જંબુસર-આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં ત્રણેય ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના તાલુકા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવા આરોગ્ય કેન્દ્રો કાર્યરત થતાં ગ્રામજનોને સારવાર માટે દૂર સુધી જવાની જરૂર નહીં પડે. સ્થાનિક સ્તરે ઝડપી અને ગુણવત્તાસભર સારવાર મળી રહેશે. આ સુવિધાઓથી જંબુસર, આમોદ સહિત ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે.

આ સમાચાર શેર કરો