Video:વડોદરામાં DRIની ટીમે મોટી કાર્યવાહી, એમડી ડ્ગ્સના જથ્થા સાથે એક નાઈઝિરિયનની ધરપકડ

વડોદરા રેલવે સ્ટેશન પર ડીઆરઆઈની ટીમે મોટી કાર્યવાહી કરીને પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. અમૃતસરથી બાંદ્રા જતી ટ્રેનમાં માદક પદાર્થ લઈ જવાતો હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડ્રગ્સના જથ્થા સાથે એક નાઈજિરિયન શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ, કરોડો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે. ઝડપાયેલા શખ્સને વધુ તપાસ માટે વડોદરા આરપીએફ મથકે લઈ જવાયો હતો. જપ્ત કરાયેલા પદાર્થની ખરાઈ માટે એફએસએલની મદદ લેવામાં આવી છે. ડ્રગ્સ ક્યાંથી લવાયું અને ક્યાં પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે.





