મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: થરાદ ચેકપોસ્ટ લાંચકાંડમાં ૨૪ કલાકમાં જ કાર્યવાહી કરાઈ

સોર્સ: gstv

વાવ-થરાદની ચેકપોસ્ટ પર ચા પાણીના નામે લાંચ માગવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. બીકાનેરથી મોરબી જઈ રહેલા ટ્રક ડ્રાઇવર શ્યામલાલે લાંચ માગતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ તંત્ર દ્વારા માત્ર ૨૪ કલાકની અંદર જ ચેકપોસ્ટ પરના જવાબદાર જવાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનો ટ્રક ચાલકે દાવો કર્યો છે. પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરીથી સંતોષ વ્યક્ત કરીને ટ્રક ચાલકે ગુજરાત DGP, SP અને DySP સહિત સમગ્ર પોલીસ વિભાગનો આભાર માન્યો છે.

આ સમાચાર શેર કરો