Video: વડોદરામાં વિકાસ કાર્યો રામ ભરોસે, ટ્રકચાલકને કડવો અનુભવ

વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં રોડ નિર્માણની કામગીરી દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો. રસ્તાનું કામ ચાલી રહ્યું હતું તે સમયે એક ભારે સિમેન્ટ મિક્સર ટ્રક અચાનક ઊંડા ખાડામાં ખાબકી હતી, આ દુર્ઘટના દરમિયાન નજીકમાંથી પસાર થઈ રહેલી એક સ્કૂટર સવાર બાળકી પણ ટ્રકની અડફેટે આવી જતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કામગીરી દરમિયાન ઊંડા ખાડાઓ ખુલ્લા રાખવા અને યોગ્ય બેરિકેડિંગ કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. વાહનચાલકોની સુરક્ષા રામ ભરોસે છોડી દેવાતાં સ્થાનિક રહીશો તંત્ર સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.






