Video:ગુજરાત સરકારનો પેન્શનરો માટે મોટો નિર્ણય: પાંચમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં વધારો, DAમાં જંગી વધારો

ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા રાજ્યના પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે એક અત્યંત મહત્ત્વનો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ૫મા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં સરકારે વધારો જાહેર કર્યો છે. નાણાં વિભાગના નવા ઠરાવ અનુસાર, મોંઘવારી ભથ્થાનો દર ૧ જાન્યુઆરી ૨૦૨૪થી વધારીને ૪૪૩ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અગાઉ ૩૮૧ ટકા હતો. આ ઉપરાંત, ૧ જુલાઈ ૨૦૨૧થી જૂન ૨૦૨૪ સુધીના સમયગાળા માટે તબક્કાવાર ચૂકવવાપાત્ર તફાવતની રકમ એટલે કે એરિયર્સનું વિગતવાર શેડ્યૂલ પણ જાહેર કરાયું છે. સરકારના આ કલ્યાણકારી નિર્ણયથી રાજ્યના હજારો નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનોના બેંક ખાતામાં મોટી રકમ જમા થશે.








