મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:અંબાજી: ONGCના ચેરમેન સુનિલ કુમારે પરિવાર સાથે કર્યા અંબાજી માતાજીના દર્શન, ક્રૂડ ઓઈલ અને ગેસ ઉત્પાદન અંગે આપ્યું નિવેદન

સોર્સ: gstv

દિલ્હીથી ONGC ગ્રુપ ઓફ કંપનીના ડિઝિગ્નેટેડ ચેરમેન એન્ડ CEO સુનિલ કુમાર પોતાના પરિવાર અને કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રત્નેશ કુમાર સાથે અંબાજી ધામે દર્શનાર્થે પહોંચ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે મા અંબાના દર્શન અને પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. દર્શન બાદ તેમણે દેશના તેલ, ગેસ અને ક્રૂડ ઓઈલ ઉત્પાદન અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, આખા વર્ષમાં ONGCનું સૌથી વધુ ઉત્પાદન મહેસાણાથી થાય છે અને હાલમાં આપણે ૮૫ ટકા ક્રૂડ તેમજ ૫૦ ટકા નેચરલ ગેસ આયાત કરીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે ONGC સૌથી વધુ ટર્નઓવર ધરાવતી કંપની છે અને આપણી પ્રાથમિક કોશિશ ભારતમાં જ તેલ-ગેસનું ઉત્પાદન વધારવાની છે. આ સાથે જ તેમણે સરકારના મહત્વકાંક્ષી 'સમુદ્ર મંથન' પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ONGCની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો